સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછલ ત્રણ યુવકો ડુબવા લાગ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછલ ત્રણ યુવકો ડુબવા લાગ્યા
તાપી નદીમાં ધુળેટીએ ન્હાવા પડેલા ત્રણ યુવકો ડુબવા લાગ્યા
બે ડુબી જતા શોધખોળ હાથ ધરાઈ હતી

સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછલ તાપી નદીમાં ધુળેટીએ ન્હાવા પડેલા ત્રણ યુવકો ડુબવા લાગ્યા હતા જો કે એકને તરતા આવડતા તે બહાર આવી ગયો હતો જ્યારે બે ડુબી જતા શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો.

સુરત શહેરના નાના વરાછા નેચર પાર્ક પાછળ ધુળેટીના દિવલે ત્રણ યુવકો તાપી નદીમાં નહાવા પડ્યા હતાં ત્યારે ત્રણેય યુવકો પાણીમાં ડુબવા લાગ્યા હતા જો કે એક યુવકને તરતા આવડતા તે બહાર આવી ગયો હતો જ્યારે બે યુવકો ડૂબી ગયા હતાં. ઘટનાની જાણ ફાયરને કરતા તાત્કાલિક ફાયર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ફાયર દ્વારા શોધખોળ કરતા 19 વર્ષીય જયદીપ નામના યુવકની બોડી મળી આવી હતી. જ્યારે હજુ ક્રિષ્ના નામના યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. જેની ફાયર દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *