સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમા કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમા કાર્યવાહી
મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની આત્મહત્યાની દુષ્પ્રેરણા
આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરી

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પરિવારના આક્ષેપો બાદ પોલીસ તપાસના અંગે મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે.

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ બંદુકથી ગોળી મારી આપઘાત કર્યુ હોય જે કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરૂદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીઘી હતી. તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી, આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું.

જોકે, સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *