સુરતના અશ્વની કુમાર રોડ પર પરિણીતાનો આપઘાત

Featured Video Play Icon
Spread the love

સુરતના અશ્વની કુમાર રોડ પર પરિણીતાનો આપઘાત
પિયર પક્ષ દ્વારા પતિ સામે આક્ષેપો કરાયા
પોલીસ દ્વારા પતિની ધરપકડ કરાઈ

સુરતના અશ્વની કુમાર રોડ પર રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા પિયર પક્ષ દ્વારા પતિ સામે આક્ષેપો કરાયા હતાં. જેને લઈ પોલીસ દ્વારા પતિની ધરપકડ કરાઈ હતી.

અશ્વિનીકુમાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ યુપીનો અને હાલ ભાઠા ખાતે રહેતા રાહુલ યાદવએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેના જીજાજી જોગેન્દ્રકુમાર પલધારી યાદવની કોઇ અન્ય મહીલા સાથે મિત્રતા હોય જેથી બહેન કુસુમ સાથે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરી મારઝુડ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને ગત 16 ફેબ્રુઆરીના રોજ સવારના આશરે સાત આઠ વાગ્યેના સમયે ફરિયાદીની બહેન કુસુમ સાથે બોલાચાલી અને ઝઘડો કરી ગાળા ગાળી કરી હતી. કુસુમને તેના પતિની કોઈ અન્ય મહીલા સાથે મિત્રતા હોય જેના કારણે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરી હેરાન પરેશાન કરી કરતા આખરે તાપી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. હાલ તો અશ્વિનીકુમાર પોલીસે મૃતક કુસુમના પતિ જોગેન્દ્રકુમાર પલધારી યાદવ સામે આપઘાતની દુષ્પ્રેરણાનુ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *