માંડવી વી.કેર કોલેજ ઓફ નર્સિંગથી ટ્રાફિક ર્ઓવેરનેસ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

માંડવી વી.કેર કોલેજ ઓફ નર્સિંગથી ટ્રાફિક ર્ઓવેરનેસ કાર્યક્રમ
સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો.

માંડવી વી.કેર કોલેજ ઓફ નર્સિંગ અને ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ઓવેરનેસનો કાર્યક્રમ આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો

માંડવીમાં ટ્રાફિક ઓવેરનેસ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મિહિર વસાવાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશ પારેખ તેમજ મહામંત્રી રોહિત પટેલ દ્વારા ટ્રાફીક અવરનેસ અંગેજરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ સુરત જિલ્લા ટ્રાફિક વિભાગના સિસોદિયા જણાવ્યું હતું કે માંડવી તાલુકામાં 56 ફેટલ માં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી ટ્રાફિક અવેરનેસનું પાલન કરવું જરૂરી છે.

માંડવી પીઆઈ સી.બી ચૌહાણએ ટ્રાફિક અવરનેસ તેમજ ઘરફોડ ચોરી તેમજ સાઇબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, બારડોલી આરટીઓ વિભાગના દલવાડીએ ટ્રાફિક નિયમન અંગે ખૂબ જ સુંદર ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યો હતો તેમજ ટ્રાફિક નિયમના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ સભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, દીકરીઓએ પોતાના માત પિતા, ભાઈઓને હેલ્મેટનો ઉપયોગ કરવા જણાવવું જોઈએ અને ટ્રાફિક નિયમન અંગે સમજાવવા જોઈએ ટ્રાફિક અવરનેસ જનજાગૃતિ અભિયાન દરેક કોલેજમાં કરી ટ્રાફિક ઓવેરનેસ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *