ગાંધીનગરમાં સીએમના હસ્તે 94 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ.
રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ હવે 1488 જેટલી થશે.
નાગરિકોને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી 108 વાનનું લોકાર્પણ
ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને હોસ્પિટલ સુધી પહોંચાડતી 108 ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થતા મુખ્યમંત્રીના હસ્તે નાગરિકોને ભેટ આપતા 94 નવી 108 એમ્બ્યુલન્સનો શુભારંભ થયો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી, પેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ.10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમત્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
