દાંતીવાડામાં 500 વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત

Featured Video Play Icon
Spread the love

દાંતીવાડામાં 500 વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત
પ્રાથમિક શાળાના 12 ઓરડાઓ તોડી પડાયા
1 વર્ષ વીત્યું છતાં નવા ઓરડા નથી

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લા પતરાના સેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક શાળામાં એક વર્ષ પહેલાં જર્જરિત વર્ગખંડો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ નવા વર્ગખંડોનું નિર્માણ હજુ સુધી થયું નથી.વર્ગખંડોના અભાવે ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં મધ્યાહન ભોજન માટે બનાવેલા સેડ નીચે જ વર્ગો ચલાવવામાં આવે છે. દાંતીવાડાની મુખ્ય પ્રાથમિક શાળાના આશરે 12 વર્ગખંડોને એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા જર્જરિત અને કંડમ જાહેર કરીને તોડી પાડવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય સમરતાજી ઘાડીયાએ જણાવ્યું કે, આ શાળા પગાર કેન્દ્ર તરીકે કાર્યરત છે અને અહીં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક વર્ષ પહેલાં વર્ગખંડના સ્લેબમાંથી પોપડા પડવા લાગતા વિદ્યાર્થીઓની સલામતી માટે ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, નવા વર્ગખંડો બનાવવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

સ્થાનિકો અને વાલીઓએ આ અંગે સ્થાનિક સ્તરથી લઈને ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા અભિયાન કચેરી સુધી અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં, કોઈ યોગ્ય પગલાં ન લેવાતા વાલીઓ અને ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.વર્ગખંડોના અભાવે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ આવે છે, પરંતુ યોગ્ય માળખાકીય સુવિધાના અભાવે શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણ તંત્ર ક્યારે જાગૃત થાય છે અને શાળાના તોડી પાડેલા વર્ગખંડોનું પુનઃનિર્માણ ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *