સુરત ઉધના પ્લાસ્ટિક કારખાનામાં આગ, 5 શ્રમિકો દાઝ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધના પ્લાસ્ટિક કારખાનામાં આગ, 5 શ્રમિકો દાઝ્યા
આગમાં શ્રમિકો દાઝ્યાતા હોસ્પિટલે ખસેડાયા

સુરતના ઉધના વિસ્તારમાં પ્લાસ્ટીકના કારખાનામાં લાગેલી આગમાં પાંચ જેટલા શ્રમિકો દાઝી જતા તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી. તો સવારે લાગેલી આગમાં પાંચ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થતા તેઓને નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેઓની સારવાર કરાઈ હતી. તો આગ લાગ્યાની જાણ થતા ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો કર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત તમામ દર્દીઓ 30 થી 50 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગયા હોવાનું નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યુ હતું. તો હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ હોવાનુ પણ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *