સુરતના હજીરા ખાતે 40 લોકોની અટકાયત કરી

Featured Video Play Icon
Spread the love

સુરતના હજીરા ખાતે 40 લોકોની અટકાયત કરી
એએમએનએસ કંપનીમાં એલ એન્ડટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની આગજની
પોલીસે 4 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી

સુરતના હજીરા ખાતે એએમએનએસ કંપનીમાં એલ એન્ડટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કરેલા પથ્થરમારા અને આગજનીના બનાવમાં પોલીસે 4 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી 40 લોકોની અટકાયત કરી છે.

સુરતના હજીરા ખાતે એએમ/એનએસ કંપનીમાં એલ એન્ડ ટી ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા પથ્થરમારો અને આગ ચપી મામલો બન્યો હતો જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસ દ્વારા તોફાનીઓને શાંત પાડવા 10 રાઉન્ડ હવામાં ફાયરિંગ, 6 હેન્ડગ્રેડ, 36 ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તો આ તોફાનમાં હજીરા પીઆઈ પરમાર સાથે ત્રણ પોલીસ કર્મીને ઘટનામાં ઈજા થઈ હતી. હાલ પોલીસે 4000 હજાર ટોળાં સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અને 40 લોકોની પોલીસે અટકાયત કરી છે. તો ખોટા મેસેજ ફોરવર્ડ અને વિડિઓ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર પોલીસની ટિમ દ્વારા સતત સોશ્યલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે પોલીસે સીસીટીવી ના આધારે અન્ય આરોપીઓને પકડવા માટે કામગીરી ચાલુ કરી હોવાનું ડીસીપી દ્વારા જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *