વડોદરામાં બે નરાધમોએ 15 વર્ષીય સગીરાને પીંખી નાખી
એક રૂમમાં 4 કલાક ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું
હવસ ભૂખ્યા નરાધમોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું
તારીખ 4 ઓકટોબર, 2024 ને નવરાત્રિના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા પર થયેલા સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે.
8 જાન્યુઆરીને ગુરૂવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને વડોદરા ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા છે. મોડીરાતે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટાલ દોડી ગયાં હતાં. પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજો અને સમાજના આગેવાને જણાવ્યું કે, ફરિયાદ નોંધાવવા ગયેલા પરિજનોને પોલીસે તગેડી મૂક્યાં હતાં. જે બાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી. ન્યાયની માગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને 2 છોકરાએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઇને બે-ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો. હું લારી ચલાવી રહ્યો હતો. મારી પર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી.
પીડિત સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને અહીં તેમના સગા સંબંધીઓને મળવા આવ્યા હતા. છોકરીની ઉંમર 15 વર્ષ છે, તે બપોરે દુકાને કંઈક વસ્તુ લેવા ગઈ ત્યારે દુકાનની બાજુમાં 3 થી 4 છોકરાઓ બેઠા હતા. તેમણે છોકરીને બોલાવી અને કહ્યું કે, તારા સગા તને બોલાવે છે, એમ કહી તેને ઘરમાં લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ તે છોકરાઓએ વારાફરતી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. લગભગ 4 કલાક સુધી તેને રૂમમાં પુરી રાખી હતી. પડોશીને કોઈક રીતે જાણ થતાં તેણે બૂમ પાડી હતી અને આ છોકરાઓ ત્યાંથી ભાગી ગયા. શરૂઆતમાં જ્યારે તેના માતા-પિતા ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે તેમને સહકાર ન આપ્યો. ત્યારબાદ સમાજના લોકો ભેગા થયા અને પોલીસ સાથે રજૂઆત કરી હતી. હાલમાં સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી અને પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
