સુરતના લિંબાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તૂટી

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તૂટી
સવારથી પિવાના પાણીનો ભારે બગાડ થયો
પાણી રોડ પર વહેતું રહેતાં સ્થાનિકોમાં રોષ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિરના ગેટ પાસે પીવાના પાણીની લાઈન તૂટી જતાં વહેલી સવારથી પિવાના પાણીનો ભારે બગાડ થયો હતો. તો કલાકો સુધી પાણી રોડ પર વહેતું રહેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરતના લિંબાયત વિસ્તારના પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિરના મુખ્ય ગેટ પાસે પીવાના પાણીની પાઈપ લાઈન તૂટી જતાં સવારે અંદાજે 5:30 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી સતત પિવાનુ પાણી રોડ પર વહી ગયું હતું. મંદિરના પટાંગણ અને આસપાસના રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કિંમતી પીવાનું પાણી કલાકો સુધી વેડફાતું રહ્યું છતાં સમયસર સમારકામ ન થતાં પાણીનો મોટો બગાડ થયો હતો. હવે લોકો તંત્ર પાસે તાત્કાલિક સમારકામ અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *