સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કોમ્બિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કોમ્બિંગ
ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં કોમ્બિંગ
વાહન ચેકીંગ અને ગુનેગારોના ઘરોમાં જ તપાસ કરાઈ

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ હતું.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વોએ તરાપ મારી છે ત્યારે હવે પોલીસ પણ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી બેઠી છે. ત્યારે સુરત પોલસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જેએમ ખાંટની ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે કોમ્બિંગમાં જોડાઈ હતી. જેમાં ભેસ્તાન આવાસ ખાતે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ કરાયુ હતું અને અસામાજિક તત્વોની ચકાસણી પણ કરાઈ હતી. સાથે વાહન ચેકીંગ અને ગુનેગારોના ઘરોમાં જ તપાસ કરાઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *