સુરતમાં હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓ
દાલ ચાવલ ગેંગ સામે ભેસ્તાન પોલીસનું ગુજસીટોકનું હથિયાર
પાંચ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સુરતમાં હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓ આચરતી દાલ ચાવલ ગેંગ સામે ભેસ્તાન પોલીસે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો છે. અને ઈમરોજ ઉર્ફે દાલ ચાલવ સહિતની ટોળકી પાંચ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે.
સુરતમાં ગુનેગારોને ડામવા ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકીઓ સામે ભુતકાળમાં સુરત પોલીસ કમિશનરના આદેશથી ગુજસીટોકના ગુનાઓ પોલીસ મથકે નોંધાઈ ચુક્યા છે. ત્યારે હવે ભેસ્તાન પોલીસે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી દાલ ચાવલ અને લસ્સી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. ભેસ્તાનમાં હાલમાં થયેલ મર્ડર સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર ઈમરોજ ઉર્ફે દાલ ચાવલ તથા તેના સાગરીતો સલમાન ઉર્ફે સલસ્સી મિર્ઝા, શાહરૂખ અંસારી, અરબાજ બાબા યય્યા પઠાણ, સોહેબ બીડી યય્યા પઠાણ સહિતનાઓ સામે ભેસ્તાન પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.
