ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી તેની તમને 1 મિનિટમાં પડી જશે ખબર

Spread the love

આજના સમયમાં દૂધમાં ભેળસેળનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે આ દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.
ભેળસેળવાળા દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે આ પ્રકારનું દૂધ પીવાથી હાડકા નબળા પડે છે અને આંતરડા, લિવરને પણ નુકસાન થાય છે
દૂધ આપણા દૈનિક આહારનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં દૂધનો વપરાશ થાય છે અને દિવસ દરમિયાન દૂધનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પરિવારના દરેક વ્યક્તિ દૂધનો ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો ગાય અથવા ભેંસનું દૂધ ખરીદતા હોય છે. પરંતુ આજના સમયમાં દૂધમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલીક સરળ ટિપ્સને ફોલો કરશો તો તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.
1, શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠાશવાળું હોય છે જ્યારે ડીટરજન્ટ સોડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ દૂધનો સ્વાદ કડવો થઈ જાય છે.


2, કાચની બોટલ અથવા ટ્યુબમાં 5 ml દૂધ ભરી થોડીવાર જોરથી હલાવવું. જો તેમાં ફીણા થઈ જાય તો સમજી લેવું કે દૂધ શુદ્ધ નથી તેમાં ડિટર્જન્ટ મિક્સ કરેલું છે.


3, શુદ્ધ દૂધ હશે તો રંગ બદલશે નહીં તે સફેદ જ રહેશે પરંતુ ભેળસેળ વાળા દૂધનો રંગ પીળો થવા લાગશે.


4, દૂધના ચારથી પાંચ ટીપાં લાકડા અથવા પથ્થર ઉપર પાડો. જો દૂધ ઢોળાયા પછી સરળતાથી ઢળી જાય તો સમજી લેજો કે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. શુદ્ધ દૂધ ધીરે ધીરે નીચે પડે છે અને સફેદ નિશાન રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *