માંડવી ખાતે વિશ્વ રેડક્રોસ દિવસન ઉજવણી કરાઈ
8મે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ
રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટનીકીટ અર્પણ કરાય
મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા
માંડવી રેડક્રોસ સોસાયટી દ્વારા 8મી મે વિશ્વ રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસ અંતર્ગત માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટનીકીટ અર્પણ કરાય
માંડવે રેફરલ હોસ્પિટલ ખાતેઆજરોજ 8 મેં વિશ્વ રેડ ક્રોસ દિવસ તથા થેલેસેમીયા દિવસની ઉજવણી અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવી હતી અને તમામ દર્દીઓને વહેલા સાજા થવાની શુભકામના પાઠવી હતી આ ફ્રુટ વિતરણના પ્રસંગે માંડવીના નામાંકિત ગાયનેક ડોક્ટર જયેશભાઈ મર્ચન્ટ સાહેબ તથા સોનલબેન મર્ચન્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માંડવી રેફરલ હોસ્પિટલ ના મુખ્ય અધિકારી ડો. પરિમલભાઈ ચૌધરી સાહેબ તથા માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ માંડવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના ચેરમેન સતીશભાઈ કાયર વાઇસ ચેરમેન સુનિલભાઈ રબારી તથા સેક્રેટરી મનોજભાઈ જૈન સ્નેહલભાઈ મોઢેરા, પત્રકાર ઇશ્વરભાઇ સોલંકી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફ્રુટ વિતરણની એક સરસ કીટ આપી રેડ ક્રોસ સોસાયટીના સેવાકીય કાર્યોની માહિતી આપી હતી….