31 માર્ચ 2023ના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડ્યા બાદ ભોપાલમાં સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કેટલાંક લોકો મારી છબિ ખરાબ કરવા તત્પર છે. ભારત અને ભારત બહારના કેટલાંક લોકોએ મેળાપીપણું કરીને મારી છબિ ખરડવા સોપારી આપી છે ! પરંતુ એ લોકોને ખબર નથી કે ભારતના ગરીબ/પછાત/દલિત લોકો મારું સુરક્ષા કવચ છે !
બીજા દિવસે રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વડાપ્રધાનને કહ્યું કે ‘સોપારી આપનાર વ્યક્તિઓ/ સંસ્થાઓ/દેશોના નામ આપો. આ સ્ટેટ સિક્રેટની મેટર નથી. અમે સોપારી આપનાર સામે કેસ કરીએ, પ્રધાનમંત્રીએ તો ભક્તોને રાજીરાજી કરવા ગોળો ફેંક્યો હતો; એ નામ કઈ રીતે આપે ?
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જબરજસ્ત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે : કેટલાંક લોકોએ સોપારી લીધી છે આ અંડરવર્લ્ડની ભાષા છે કે પ્રધાનમંત્રીની ?
છબિ ખરાબ બીજું કોઈ કરતું નથી, ખુદ પ્રધાનમંત્રી જ પોતની છબિ ખરાબ કરી રહ્યા છે !
1. વિપક્ષ પ્રશ્નો પૂછે તેને સોપારી લીધી છે, તેમ કહી શકાય ?
વિપક્ષ સત્તાપક્ષને જવાબદાર બનાવે તે સોપારી કહેવાય ?
શું થઈ ગયું છે આપને ? આપના પદની શાલિનતા તો રાખો ! આપ માત્ર સત્તાપક્ષના પ્રધાનમંત્રી નથી, દેશના પ્રધાનમંત્રી છો એનો તો ખ્યાલ રાખો ! દેશની ગરિમાનો તો ખ્યાલ રાખો !
2. પ્રધાનમંત્રી આપની છબિ ખરાબ કરવાની કોઈને રુચિ નથી; પ્રધાનમંત્રીજી, આપ જ આપની છબિ ખરાબ કરો છો !
3. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે સત્તામાં આવતા જ કિસાનોની જમીન હડપ કરવા લાગી ગયા !
4. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે ગંડુ રાજા જેવો નિર્ણય કર્યો નોટબંધીનો ! લોકો લાઈનમાં ઊભા રહીને મર્યા ! બિઝનેસ તબાહ થઈ ગયા. નાના ઉદ્યોગો કાયમી બંધ થઈ ગયા !
5. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે વિચાર્યા વિના GST લાવ્યા !
6. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે કોવિડમાં વિચાર્યા વિના લોકડાઉન કર્યું, લાખો-કરોડો શ્રમિકો તડકામાં બળતા પગે ચાલ્યા અને આપ સુપ્રિમકોર્ટમાં કહેવડાવ્યું કે કોઈ શ્રમિક રોડ પર નથી !
7. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે કોવિડ માટે તૈયારી કરવાની હતી,ઈન્જેક્શન મંગાવવાના હતા, વેક્સિન મંગાવવાની હતી, ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હતી; ત્યારે આપ નમસ્તે ટ્રમ્પ કરાવી રહ્યા હતા અને મધ્યપ્રદેશની ચૂંટાયેલી સરકાર પાડી રહ્યા હતા ! આપ પશ્ચિમ બંગાળ જઈને દીદી ઓ દીદી કહી રહ્યા હતા અને દેશના લોકો ઓક્સિજન વિના દમ તોડી રહ્યા હતા !
8. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે અહંકારમાં આવી સંસદને બદલે ઓર્ડિનન્સ દ્વારા કાનૂન બનાવો છો !
9. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે આ દેશના કિસાનો એક વરસ સુધી દિલ્હીના સીમાડે બેઠાં હોય અને આપ એમને મળો નહીં. 700 કિસાનોના જીવ ગયા અને આપ કહો કે એ મારા માટે થોડા મર્યા છે ! એ પછી ઘૂંટણ ટેકવીને ત્રણ કાળા કાનૂન પરત લેવા પડે છે !
10. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે લોકસભા અને રાજ્યસભામાં સાંસદોના આપ માઈક બંધ કરાવી દો છો !
11. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે વિપક્ષના નેતાઓ પાછળ CBI-EDને કામે લગાડો છો, જાણે એ સત્તાપક્ષના કાર્યકર્તા હોય !
12. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે આખો દેશ સવાલ પૂછે છે કે ભ્રષ્ટ અદાણીને બચાવવા આપે સરકાર/પોતાની પ્રતિષ્ઠા/ પદની ગરિમાને હોડમાં શામાટે મૂકી છે ?
13. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે સવાલ અદાણી અંગે આપને પૂછવામાં આવે છે, અને આપ લોકસભા કે રાજ્યસભામાં એક પણ શબ્દ બોલતા નથી !
14. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે અદાણીના કાળા કારનામાં જાહેર થાય છે, છતાં તેની તપાસ કરવા તૈયાર થતા નથી !
15. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે આપના સાંસદ/મંત્રી જોકર બની જાય છે !
16. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે દરેક વ્યક્તિ જે આપની સાથે નથી તે દેશદ્રોહી બની જાય છે અને આપ દેશભક્ત બની જાવ છો !
17. છબિ ત્યારે ખરાબ થાય છે જ્યારે આપ પેગાસસથી ચૂંટાયેલા સાંસદોની/ચૂંટણી પંચની/ હાઈકોર્ટ-સુપ્રિમકોર્ટના જજની જાસૂસી કરાવો છો !
ભારતના ગરીબ/પછાત/દલિત લોકો મારું સુરક્ષા કવચ છે તેવું પ્રધાનમંત્રી વાસ્તવમાં માનતા હોય તો અદાણી પ્રત્યે જે પ્રકારની પ્રતિબદ્ધતા જોવા મળે છે તે પ્રકારની પ્રતિબદ્ધતા ગરીબ/પછાત/દલિત લોકો પ્રત્યે કેમ જોવા મળતી નથી ?
વળી ‘સોપારી આપનાર વ્યક્તિઓ/ સંસ્થાઓ/દેશો’ સામે તત્કાળ કાર્યવાહી કરવા પ્રધાનમંત્રીને શું નેહરુ રોકતા હશે ?
સૌથી મોટો સવાલ એ છે કે વડાપ્રધાન 9 વરસથી સત્તામાં છે; છતાં લોકોને ‘રીપોર્ટ કાર્ડ’ દેખાડવાને બદલે ‘વિક્ટિમ કાર્ડ’ શામાટે દેખાડતા હશે ?
રિપોર્ટ :- રમેશ સવાણી