સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ પાણી ભરાવાની સ્થિતિ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ પાણી ભરાવાની સ્થિતિ
રાત્રે 3 વાગ્યે સિલ્વર ચોક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ
તાત્કાલિક રાહત અને પાણી નિકાલની કામગીરી હાથ ધરી

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે રાત્રે 3 વાગ્યે સિલ્વર ચોક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સિલ્વર ચોક વિસ્તારમાં રાત્રે 3 વાગ્યે પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર છે ત્યાં તાત્કાલિક રાહત અને પાણી નિકાલની કામગીરી પણ હાથ ધરવામાં આવ્યુ હતું. તંત્રએ નાગરિકોને અપીલ કરી હતી કે જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળે, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહે અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. તમારી સાવચેતી જ તમારી સુરક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *