વાવ થરાદમાં બિનવારસી યુરિયા ખાતરનો જથ્થો મળ્યો

Featured Video Play Icon
Spread the love

વાવ થરાદમાં બિનવારસી યુરિયા ખાતરનો જથ્થો મળ્યો
યુરિયા ખાતરના 115થી વધુ બોરીનો જથ્થો મળ્યો

વાવ થરાદ – સાંચોર હાઇવે પર શિવ શક્તિ પ્લાન્ટ પાસે પીકઅપ ગાડીમાંથી સબસિડીવાળું યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.

સોમવારે કૃષિ વિભાગની ટીમે તપાસ દરમિયાન થરાદ-સાંચોર હાઇવે પર શિવ શક્તિ પ્લાન્ટ પાસેથી તાડપત્રીથી ઢંકાયેલી પીકઅપ અને નજીકના શેડમાંથી ખાતરની બેગ્સ કબજે કરી હતી. વાહનનો માલિક સ્થળ પર હાજર ન હોવાથી તેની વિગતો મેળવી શકાઈ નહોતી. અનધિકૃત રીતે સંગ્રહાયેલ આ ખાતર ગેરકાયદેસર હોવાનું જણાતા ખેતીવાડી વિભાગે માલ કબ્જે કરી થરાદ પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *