ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
વિવિધ સિસ્ટમો સક્રિય થતા મેઘરાજાની એન્ટ્રી
વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક રીતે વરસાદ વરસે તેવી ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં એકસાથે 4 મોટી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં શિયર ઝોન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલ માર્ક લો પ્રેશરનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમો એકસાથે સક્રિય થવાના કારણે આગામી આખો સપ્તાહ મેઘરાજા ગુજરાતભરમાં ધમાકેદાર બેટિંગ કરે તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદનું રેડ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા સંઘ પ્રદેશોમાં પણ આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની મોટી આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગના બુલેટિન મુજબ આજે રાજ્યમાં તીવ્ર વાવાઝોડા અને ગંભીર પવનના સપાટા સાથે મૂસળધાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, મધ્ય અને પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. વાવાઝોડા અને ભારે વરસાદની આશંકાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *