સુરતમાં એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
મુંબઇથી ટ્રેનમાં 27.110 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુરત આવ્યા
પોલીસે 2.71 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈથી એમડી ડ્રગ્સ સુરત લાવનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફીયાઓ તથા તેમની ગેંગના સીન્ડીકેટ સભ્યોને પકડી પાડવા વર્કઆઉટમાં હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના ઘરફોડ સ્કોડના પોલીસ માણસોને એનડીપીએસ ના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીઓની સુચનાને લઈ ઉધના વિસ્તારમાંથી રોડ નંબર ઝીરો પરથી બે આરોપીઓ જયદીપ ઉર્ફે જેડી છગન પટેલ અને જીગર સુધીર સાવલીયાને ઝડપી પાડી તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી 2.71 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળતા પોલીસે અન્ય મુદ્દામાલ મળી 3 લાખ 1 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે આરોપીઓની પુછપરછ કરતા મુંબઈથી એમડી ડ્રગ્સ ટ્રેન મારફતે લાવ્યા હોવાની કબુલાત કરી હતી. તો હાલ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ આપનાર રોહિતઅને અમરોલી ખાતે એમડી મંગાવનાર મહેશને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો.
