સુરત રેલવે સ્ટેશન પર ટીઆરબી જવાનની દાદાગીરી

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર ટીઆરબી જવાનની દાદાગીરી
ટેક્સી ચાલકની કારની ચાવી કાઢી,
પીસીઆર પહોંચી પછી પણ તોછડું વર્તન
વીડિયો વાઇરલ થતા લોકોમાં રોષ

સુરત રેલવે સ્ટેશન પાસે ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાઇરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટીઆબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે. આ સાથે જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે ત્યારે પણ તોછડું વર્તન કર્યો હતો.

સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો. દરમિયાન ટીઆબરી જવાને તેને ગાડી ઊભી રાખવા ન દેવા અંગે દલીલ કરી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો અને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી. વીડિયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો, જેના પગલે મહિધરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ કર્મીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલક સાથે તોછડું વર્તન કર્યું અને ચાવી પરત આપવાનો ઈન્કાર જારી રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોને લઈને નાગરિકોમાં તીવ્ર રોષ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *