સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ
વ્રજ ચોક ખાતે ટ્રાફિક ડીસીપી, એસીપી અને પીઆઈ હાજર
વગર કારણોસર હોન નહી વગાડવા સૂચના

સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજ ચોક ખાતે ટ્રાફિક ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનાઓ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

સુરતમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે તે માટે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાય છે. ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા વ્રજ ચોકના ટ્રાફિક પોલીસનાં ગોડાઉન ખાતે ડીસીપી પન્ના મોમૈયા, એસીપી એચકે ભરવાડ અને પીઆઈ જે એમ પરમાર દ્વારા એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લક્ઝરી બસના ડ્રાઇવરો, રીક્ષા ડ્રાઇવરો અને ટેમ્પાઓના ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતાં. તેઓને વગર કારણોસર હોન નહી વગાડવા, રાઇટમાં જવાનું હોય તો રાઇટ માંજ ગાડી રાખવી અને લેફ્ટ જવાનું હોય તો લેફટ માંજ ગાડી રાખવી તથા સિંગલોનું પાલન કરવું, તેવી સમજ આપવાની સાથે વોર્નિંગ પણ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે અમારે દંડ નથી જોતો પણ જો સમજાવ્યા પછી પણ ભૂલ કરશો તો દંડની સાથે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *