તાપીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Featured Video Play Icon
Spread the love

તાપીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થાઓ જોડાયા
સમગ્ર જિલ્લામાં ખૂણે-ખૂણે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ જોવા મળ્યો

તાપી વહીવટી તંત્ર દ્વારા ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

13 ઓગસ્ટ ના સાંજે ૫ વાગે ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરી જૂનું બસ સ્ટેન્ડ – સયાજી મેદાન થઈ પરત ફરશે અને નાગરિકોને આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉમંગભેર જોડાવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યું હતું જે ભાગ રૂપે સ્વતંત્રતા પર્વની ઉજવણીના તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કાઉત્સવ, સ્વછતા કે સંગ’ ના સંદેશ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરશે સાથેજ તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા ની રેલીમાં પોલીસ પ્લટૂન, પોલીસ અશ્વ રેલી, બાઈક રેલી , અને નાગરિકો અને વેશભૂષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે વધુ માં જોઈએ તો આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થાઓ જોડાઈ દેશપ્રેમ, એકતા અને સ્વચ્છતાના સંદેશ સાથે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો ઉદ્દેશથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નાગરિકોને આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉમંગભેર જોડાઈ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું નોંધનીય છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ખૂણે-ખૂણે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન આપણા દરેક નાગરિકના હૃદયમાં રહેલી દેશભક્તિની ભાવનાનું પ્રતીક છે. આ તિરંગો આપણને એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણ માટેપ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *