સુરતમાં બે બે બુલેટબાઈકની ચોરીની ઘટના બની
યોગી ચોકમાં 5 સેકન્ડમાં પગથી બુલેટનો લોક તોડી ઉઠાંતરી
25 મિનિટમાં બે રોયલ એનફિલ્ડ બુલેટની ચોરી,
બાઈક પરત આપવાના નામે 3 હજાર પણ પડાવ્યા
સુરતમાં વાહન ચોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છ ત્યારે બે બે બુલેટબાઈકની ચોરીની ઘટના બની હતી જેમાં એક બુલેટ માલિકને તો અજાણ્યાએ ફોન કરી બુલેટ પાછી જોઈતી હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ત્રણ હજાર પણ પડાવી લીધા હોવા છતા પોલીસ કામગીરી કરતી ન હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરતના ઉતરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડીયા નામનો જરીનો વેપારી રહે છે. જુલાઈ મહિનાની 23 તારીખે તીર્થે દોઢ લાખ રૂપિયાનું રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું. જેની દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચોક વિસ્તારમાં આવેલા શિવ દર્શન સોસાયટીના શોપિંગ પાસે આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું. ગત 7 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3.15 વાગ્યાની આસપાસ ચોરી દ્વારા બુલેટ ની ચોરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે આ ચોર ઈસમ રોયલ એનફિલ્ડ બુલેટની શોધખોળ કરતા નીકળ્યા હોય તે પ્રકારનો સ્થિતિ હતી. તીર્થનો બુલેટ જોઈ જતા પહેલા રેકી કરી હતી અને ત્યારબાદ બુલેટ પર બેસીને પાંચ સેકન્ડમાં પગથી લોક તોડી નાખ્યો હતો. ત્યારબાદ બુલેટ બાઈકને દોરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન નજીકમાં જ આવેલી બધું એક સોસાયટીમાંથી 25 મિનિટમાં અન્ય એક રોયલ એનફિલ્ડ બુલેટની પણ ચોરી કરી હતી. તીર્થના બુલેટ ની ચોરી થયા હોવાની જાણ થતા અને સીસીટીવી માં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ રોયલ એનફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા જ દિવસે એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારું બુલેટ ક્યાં છે તે મને ખબર છે. જો તમારે તમારું બુલેટ બાઈક પર જોઈતું હોય તો મને રૂપિયા આપવા પડશે. જેથી તીર્થ તેમને રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો અને પહેલા 2500 બાદ વધુ 500 પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. જોકે હવે એ ઈસમ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી. તીર્થે જણાવ્યું હતું કે દોઢ લાખ રૂપિયા દઈને 15 દિવસ પહેલા જ આ બાઈક મેં ખરીદ્યું છે. આ બાઈક મને પરત મળી જાય તે માટે કોઈ સમય મારી પાસેથી રૂપિયા માગ્યા હતા તેને પણ હું આપવા તૈયાર થઈ ગયો હતો. જો મારું બાઈક મને પરત મળતું હોય તો. મારા સપનું હતું કે હું એક બુલેટ બાઈક લવ અને તે મેં પૂર્ણ પણ કર્યું પણ 15 જ દિવસમાં ચોરી થઈ ગયું છે. 15 દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી પોલીસ મારું બાઈક શોધી શકી નથી. મારી પોલીસને એટલી જ વિનંતી છે કે મને બાબુભાઈ ઝડપથી પરત અપાવે. ચોરનો ચહેરો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે.
