સુરત પુણામાં ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ

Featured Video Play Icon
Spread the love

સુરત પુણામાં ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ
પર્વત પાટીયા વિસ્તારમાં ભાવના જ્વેલર્સને નિશાન બનાવ્યું
બાજુમાં આવેલ કપડાની દુકાનના માલિક સામે શંકાની શોય

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા પોલીસ મથકની હદમાં પર્વત પાટીયા વિસ્તારમાં ભાવના જ્વેલર્સને ચોરોએ નિશાન બનવી હાથ ફેરો કર્યો હતો. તો ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા હતાં.

સુરતમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલ પર્વત પાટીયા વિસ્તારમાં આવેલ ભાવના જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોર ઈસમે જ્વેલર્સની બાજુમાં આવેલ કાપડની દુકાનમાંથી બાકોરૂ પાડી ફુટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી જ્વેલર્સની દુકાનમાં બાથરૂમના રસ્તે પ્રવેશ કર્યો હતો. તો અજાણ્યો જ્વેલર્સમાં ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો હતો. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ જ્વેલર્સની બાજુમાં આવેલ કપડાની દુકાનના માલિક સામે શંકાની શોય તકાઈ છે. ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *