સુરતમાં રખડતા શ્વાનનો આતંક ફરી દેખાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રખડતા શ્વાનનો આતંક ફરી દેખાયો
ભાઠેનામાં સાત વર્ષના બાળક પર શ્વાને હુમલો કરતા ગંભીર ઈજા
ગળા, પગના ભાગે પણ ગંભીર ઈજાના નિશાન

સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેમ ભાઠેનામાં સાત વર્ષના બાળક પર શ્વાને હુમલો કરતા ગંભીર ઈજાઓ થતા બાળકને હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતમાં ફરી શ્વાન નો આતંક સામે આવ્યો છે. સુરતના ભાઠેના વિસ્તારમાં સાત વર્ષી બાળક રમી રહ્યો હતો ત્યારે બે સ્વાનોએ બાળક પર હુમલો કર્યો હતો. ટ્રેક્ટરથી રોડા ખાલી કરી માતા પિતા જમી રહ્યા હતા તે દરમિયાન બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તો સાથે ગળા, પગના ભાગે પણ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક બાળકને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો સિવિલમાં બાળકની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *