સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો
ભાજપ વિરૂદ્ધ પોસ્ટરો લગાડનારાઓ વિરૂદ્ધ ગુના દાખલ
પાંચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ભાજપ વિરૂદ્ધ પોસ્ટરો લગાડનારાઓ વિરૂદ્ધ સુરતના અલગ અલગ પાંચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. શહેરમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવા મામલે પાંચ પોલીસ મથકો પુણા, કતારગામ, પાંડેસરા, ઉત્રાણ અને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાઈ છે. 28 માર્ચથી 29 માર્ચ દરમ્યાન અલગ અલગ સ્થળોએ પોસ્ટર લાગ્યા હતા અને અજાણ્યાઓ દ્વારા ભાજપનું ચિન્હ દોરી તેના પર ચોકડી પર નિશાન માર્યું હતું. પોસ્ટરમાં અલગ અલગ સ્લોગન સાથે વિરોધી લખાણ લખ્યા હતાં. જે અંગે પાંચેય પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતાં. તો રાજકીય પક્ષની છબીને હાનિ પહોંચાડવા બદલનો ગુનો દાખલ કરાયો હોય જે મામલે કિરીટ પાનસુરીયા ઉર્ફે કેપી, ત્રણ અજાણ્યા ઇસમો, દેવસી પોપટભાઈ ઢેબરીયા, ચિરાગ નાવડિયા, અને વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. તો હાલ વધુ તપાસ અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *