સુરતના પાંડેસરામાં હત્યાનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરામાં હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
પ્રેમ સંબંધમાં મૃતક પરિવાર પર કર્યો હતો હુમલો
હુમલામાં મીટું પ્રધાનનું મોત થયું હતું

પાંડેસરા પોલીસ મથકની હદમાં ચારીત્ર્યની શંકા રાખી ફરિયાદી અને તેના કુટુંબી માણસો પર જીવલેણ હુમલો કરી એકની હત્યા કરનાર હત્યારાઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા લક્ષ્મી નગરખાતે રહેતા ઓરિસ્સાવાસી ચંદન પોલાઈએ જણાવ્યુ હતું કે તેના નાનાભાઈ નંદન સાથે તેના ઘરની નજીક રહેતા આરોપી બદ્રીનરાયણ ઉર્ફે બદ્રી શ્રીરામ ગીતે ની ભાણી સાથે વાતચીત કરતા હોય જેને લઈ ચારિત્ર પર શંકા કરી ચંદનના ઘરે આરોપી બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી પહોંચી ગયો હતો અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તે વાતને લઈ અદાવત રાખી ગત 19 જુલાઈ શનિવારના રોજ રાત્રીના સમયે સોસાયટીના નાકે ચંદનના મામા વિદ્યાઘર ઉર્ફે વર્ધમાન પ્રધાન વતન ગામ જઈ રહ્યા હોય ત્યારે ચંદન તેના પિતા સંતોષ તથા ત્રણેય મામા વિદ્યાધર ઉર્ફે વર્ધમાન, સુશાંત પ્રધાન અને મીટુ પ્રધાન ઉભા હતા ત્યારે બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી ત્યાં ઉભો હોય અને તેમની પાસે જઈ તુમ જ્યા દા રોલ કર રહે હો તેમ કહી લાત મારી તેમની સાથે ઝઘડો કરતા ચંદન તથા તેના મામા ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ આરોપીએ મિત્રો સુશાંત પાનીગ્રાહી તથા અમીત ઉર્ફે બઉવા ગુપ્તા ને ફોન કરી બોલાવી અને ચંદન તથા તેના પિતા અને મામાઓ પર હુમલો કરી મારામારી કરી ચપ્પુ કાઢી મીટુ પ્રધાનને અમીત ઉર્ફે બઉવાએ પાછળથી પકડી બદ્રીએ ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી હતી જ્યારે અન્ય બે પર હુમલો કરતા ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતાં આ મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી શ્રીરામ ગિતે, સુશાંત શિવરામ પાનીગ્રાહી અને અમીત ઉર્ફે બઉવા રામપ્રતાપ ગુપ્તાને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *