વાવ થરાદમાં આંગણવાડી કાર્યકરોનું આંદોલન વધુ ઉગ્ર

Featured Video Play Icon
Spread the love

વાવ થરાદમાં આંગણવાડી કાર્યકરોનું આંદોલન વધુ ઉગ્ર
5 દિવસથી ચાલી રહેલા આંદોલનને સમેટવાની જાહેરાત
હિન્દુ મજદૂર સંઘે જાહેરાત કરતા વિવાદ સર્જાયો

વાવ, થરાદ અને ધરણીધર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો વેતન વધારા સહિતની પડતર માંગણીઓ સાથે હડતાળ પર ઉતરી છે. ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ હડતાળને આજે 5 મોં દિવસ છે જેને કારણે આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યા હતા, જેના લીધે સંકલિત બાળ સેવા યોજનાના લાભાર્થીઓને અસર થઈ હતી.

આંગણવાડી બહેનો લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહી છે. આ મામલે રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે તેમની અપીલ સ્વીકારી ગુજરાત સરકારને વેતનમાં વધારો કરી ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, હાઈકોર્ટના આદેશ છતાં ગુજરાત સરકારે હજુ સુધી આંગણવાડી બહેનોને ન્યાય આપ્યો નથી. બહેનોને 2026 ના બજેટમાં વેતન વધારાની અપેક્ષા હતી, પરંતુ બજેટમાં તેમની માંગણીઓ નકારવામાં આવતા તેઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ હડતાળને આજે 5 મોં દિવસ છે, બહેનોએ જણાવ્યું કે મોબાઈલ અને નેટવર્કની સમસ્યાઓને કારણે કામગીરીમાં વિલંબ થાય છે, જેના પરિણામે તેમને ધમકીઓ અને નોટિસો મળે છે. આનાથી તેમને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 5 દિવસથી ચાલી રહેલા આંદોલનને સમેટવાની જાહેરાત હિન્દુ મજદૂર સંઘે જાહેરાત કરતા વિવાદ સર્જાયો થરાદ તાલુકાની આંગણવાડી બહેનોએ 23 ફેબ્રુઆરી 2026 ના રોજ ફરજ બજાવ્યા બાદ બપોર પછી આઇસીડીએસ કચેરી, થરાદ ખાતે સીડીપીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ૨૪ ફેબ્રુઆરીથી તાલુકાના ઘટક-૧ અને ઘટક-૨ના તમામ સેજાની આંગણવાડી બહેનો કામગીરીથી અળગી રહી હડતાળ પર જશે તેવી લેખિત રજૂઆત કરી હતી. વાવ અને ધરણીધર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પણ પોતાની પડતર માંગણીઓ મુદ્દે વાવ મામલતદાર અને સી.ડી.પી.ઓ.ને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ પૈકી એક એ હતી કે સરકાર દ્વારા તેમને મોબાઈલ સેવા પૂરી પાડવામાં આવી નથી, છતાં તેમની પાસેથી ઓનલાઈન કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે…કૌશિક પટલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *