સુરત : બોટાદની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા
આપના કાર્યકર્તાઓએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ
આપના વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
પોલીસે વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત કરી
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હડદડ ગામ ખાતે કરાયેલા લાઠીચાર્જનો વિરોધ કરી કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો હતો.
બોટાદ હડદડ ગામમાં લાઠીચાર્જના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બ્લેક પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આપ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો અને સુરતના સરદાર માર્કેટના ગેટ પર કાળા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આમ આદમી પાર્ટીના વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો પોલીસે વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
