સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટરો વચ્ચેનો વિવાદ વકર્યો.

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટરો વચ્ચેનો વિવાદ વકર્યો.
વાયરલ થયેલા ઓડિયો ક્લિપના મુદ્દે 4 ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે જવાબ માટે બોલાવ્યા.

સુમુલ ડેરીમાં બે ડિરેક્ટરો વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને બે ડિરેક્ટરોને સુરત ક્રાઈમ બ્રાન્ચે જવાબ લખાવવા બોલાવ્યા હતાં.

સુરતમાં સહકારી ક્ષેત્રે નામના ધરાવતી સુમુલ ડેરીમાં બે ડિરેક્ટર વચ્ચે ચાલતા વિવાદ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 12 જુલાઈના રોજ સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બોર્ડ મીટિંગનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ઘટનાને લઈ વિવાદ થયો હતો. અને આ મામલે બે ડિરેકટરોને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલાવાયા હતાં. ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત, પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીત, રેશાભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવામાં આવી હતી. તો હવે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી થયુંહતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *