માંડવીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો,

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો,
વિજયા દશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો

માંડવી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દીમહોત્સવ ઉજવવામાં આવ્યો જે નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો.

માંડવી હાઇસ્કુલ ખાતે આજરોજ માંડવી તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં આજરોજ વિજયા દશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં માંડવી તાલુકાના કાર્યવાહ પરિમલભાઈ ચૌધરી તેમજ સુરત જિલ્લાના સંઘચાલકજી ડો. ધ્રુવિતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા, મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ શ્રી વિનોદભાઈ ચૌધરીનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમજ માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અમિતભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમજ વિશેષ ઉપસ્થિતીમાં બારડોલી લોકસભાના સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા. આજરોજ સમગ્ર ગામમાં પથ સંચલન દરમિયાન ઉત્સાહનો માહોલ રહ્યો તેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તેમજ ભગિનીઓ દ્વારા સમગ્ર નગરમાં પથ સંચલન ના માર્ગો પર આકર્ષક રંગોળી કરવામાં આવી તેમજ સંચલન દરમિયાન નગરજનો દ્વારા ભગવા ધ્વજને પુષ્પ વર્ષાથી સ્વાગત કરી નગરજનો એ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી આજરોજ નગર તેમજ તાલુકાના ભાઈઓ તથા બહેનો તેમજ સ્વયંસેવક બંધુઓ દ્વારા દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમ કરવામાં આવ્યો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *