નવસારીના ચીખલી પોલીસે એક મોટી સફળતા મેળવી

Featured Video Play Icon
Spread the love

નવસારીના ચીખલી પોલીસે એક મોટી સફળતા મેળવી
લાખોની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડ્યા

નવસારીના ચીખલી પોલીસે એક મોટી સફળતા મેળવી, જેમાં નેશનલ હાઈવે પર બાતમીના આધારે લાખોની બિન હિસાબી રોકડ રકમ ઝડપી પાડ્યા

મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટેમ્પામાં પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવાતી રોકડ રકમ પોલીસે કબ્જે લીધો.પોલીસે અંદાજે રૂ.50 લાખની રોકડ રકમ ઝડપી પાડી છે, જેમાં રૂ.10, 20 અને 50ના દરની હજારો નોટોના બંડલ મળી આવ્યા છે. ચલણમાંથી રદ થયેલી રૂ.2000ની 18 નોટો પણ પોલીસને મળી છે. ડ્રાઈવર અને ક્લીનરની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે આ રકમ સુરત, રાજકોટ અને અમદાવાદમાં પહોંચાડવાની હતી. બિનહિસાબી નાણાં હોવાથી ચીખલી પોલીસે આગળની તપાસ માટે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *