મોડાસાના બાજકોટ પાસે બાઈક પરથી બિયરનો જથ્થો ઝડપાવવાનો મામલો
ગત 17એપ્રિલે ૨૪ નંગ બિયરના જથ્થા સાથે પોલીસે બેની અટકાયત હતી
ધનસુરાના સરપંચ તથા પૂર્વ જિ.પં. પ્રમુખ સાબરકાંઠા હેમલતા પટેલના પુત્ર અતીત પ્રકાશ ચૌધરીનું દારૂની હેરાફેરીમાં નામ ખૂલતાં ચકચાર મચી છે.
મોડાસા પોલીસ પેટ્રોલિંગમાં બાજકોટથી ચાણક્ય સ્કૂલ તરફ જતી હતી. ત્યારે સાયરા તરફથી બાજકોટ તરફ આવી રહેલી બાઇકને પોલીસની તલાશી લેતાં દારૂ બિયરના 24 નંગ થેલામાંથી મળતાં પોલીસે પૂછપરછ કરતાં જગદીશ બાબુભાઈ તથા તેની સાથે અન્ય એક સગીર હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે મુદ્દામાલ ક્યાંથી લાવે અને ક્યાં આપવા જવાના હતા એ અંગે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે ધનસુરાના સરપંચના મોટા પુત્ર અતીત પ્રકાશ ચૌધરીએ પૈસા આપીને અમને રાજસ્થાન બોર્ડર પાસે નજીકના ઠેકા ઉપરથી બિયર લઈ આવવા જણાવ્યું હતું. પોલીસે પકડતાં જગદીશે અતીત પ્રકાશ ચૌધરીને ફોન કરી ઘટનાની જાણ કરતાં અતીત ચૌધરી દ્વારા પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી