સુરતમાં જીઈબીની બેદરકારીનો કિસ્સો સામે આવી
જીઈબીની બેદરકારીને કારણે ત્રણ નિર્દોષ પશુઓના મોત નિપજ્યા
ગૌવંશના મોતને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો
સુરતમાં જીઈબીની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા હોય ગોવંશના મોતને કારણે પશુ પાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સુરતમાં જીઈબીની બેદરકારી વારંવાર સામે આવે છે ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના બની છે. વાત એમ છે જે જહાંગીરપુરા ખાતે જીઈબીની બેદરકારીને કારણે ત્રણ નિર્દોષ પશુઓના મોત નિપજ્યા હતાં. ગૌવંશના મોતને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો પશુપાલકો દ્વારા આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ જીઈબી વિરૂદ્ધ ફરિયાદ અપાઈ હતી.
