સુરતમાં સૌથી મોટી ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સૌથી મોટી ચોરી
કાપોદ્રામાં 20 કરોડથી વધુના હીરાની ચોરી
ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી
ઓફિસની તિજોરી ગેસ કટરથી કાપી ડાયમંડ-રોકડ લઇ ચોર ફરાર

સુરતમાં રોજે રોજ ચોરી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડી કે એન્ડ સન્સ નામની ડાયમંડ પેઢીમાંથી કરોડોના હીરા સહિતની મત્તા ની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં કરોડોની ચોરીની ઘટના સામે આવી છે. વાત એમ છે કે સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરા સહિતની ચોરી ની ઘટના બની છે. ઓફિસની તિજોરી કટરથી કાપી હીરા અને રોકડા રૂપિયાની ચોરી કરી અજાણ્યો ભાગી છૂટ્યો હતો. તો ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી ની પણ તોડફોડ કરાઈ હોય બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. જેમાં કાપોદ્રા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ સ્થળે પહોંચી ગઈ હતી. હાલ સ્થળ પર ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલનીમદદથી તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *