સુરત સ્મિમેર હોસ્પિટલમાં સત્તાધીશોએ માનવતા નેવે મુકી
દિવ્યાંગોની ગાડીઓની હવા કાઢી નાંખી
સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મુકી હોય તેમ દિવ્યાંગોની ગાડીઓની હવા કાઢી નાંખી હતી.
સુરત મહાનગર પાલિકા એમ તો શહેરીજનોને સુવિધાઓ આપવા માટે મોટી મોટી ડંફાસો મારે છે જો કે હાલમાં સુરત મનપા સંચાલિક સ્મિમેર હોસ્પિટલના સત્તાધિશોની જો હુકમની સામે આવી છે. સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના સત્તાધિશોએ માનવતા મરી પરવરી હોય તેમ હોસ્પિટલમાં આવેલા દિવ્યાંગના વાહનોની હવા કાઢી નાંખી હતી. જેથી તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
