સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે માથાભારેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
પોલીસે આરોપીને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતની ભેસ્તાન પોલીસે મારામારીના ગુનામાં નાસતા ફરતા માતાભારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. પોલીસે આરોપીને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન પણ કરાવ્યુ હતું.

સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે ગત 4 જુનના રોજ ઉન પોલીસ મથકની હદમાં ગફાર શાહ તેના મિત્રો સાથે હહતો તે સમયે ઈસરાર ઉર્ફે છોટે તથા તેના ભાઈ ઈરશાદ ઉર્ફે બડે અને એક અજાણ્યાએ થાર કાર લઈ આવી તેના પર હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પી.આઈ. કે.પી. ગામેતા તથા પી.આઈ. જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.બી. ચૌધરીની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર તથા રોહિતનાઓએ બાતમીના આધારે હુમલાખોર અસામાજિક તત્વ ભેસ્તાન ઉન પાટીયા ખાતે રહેતા ઈસરાર ખાન ઉર્ફે છોટે રફીક ખાન ને માહિરા પાર્ક પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેને કાયદાનુ ભાન કરાવ્યા બાદ સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *