અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ
ફેબ્રુઆરીથી મે દરમિયાન ખોવાયેલા 410 મોબાઈલ
410 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેજ તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. જે અંતર્ગત જે વ્યક્તિઓના મોબાઇલ ખોવાઈ ગયા હોય તેવા 410 ખોવાયેલા મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે 63 લાખથી વધુની કિંમતના મોબાઇલ નાગરિકોને પરત આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાએ નાગરિકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કુલ 410 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઇલના માલિકને તેમના મોબાઈલ પરત આપવામાં આવ્યા છે. અંદાજિત 63 લાખથી વધુની કિંમતના મોબાઇલ તેમના માલિકોને પરત આપવામાં આવ્યા છે.

આ તમામ મોબાઇલ ચોરી થયાની એક પણ ફરિયાદ નોંધાઈ નથી માત્ર અરજી આવી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ પરત આપ્યા છે.ક્યારેક કોઈ પણ વ્યક્તિનો મોબાઇલ ખોવાઈ જાય તો તરત જ ફરિયાદ કે અરજી આપવા અપીલ કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *