અરવલ્લીના મોડાસા પાસે સુતેલા હનુમાનજીના મંદિર
ભારતભરના એકમાત્ર સુતેલા હનુમાનજીના મંદિર
હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરીયા ગામે રાજ્યનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે. ત્યારે આજે હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિર ખાતે હનુમાન જ્યંતીની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરાઈ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સુતેલા હનુમાનજીનું મંદિરે હનુમાન જયંતી પ્રસંગે ભગવાનના મંદિર સહિત ગર્ભ ગૃહને ફૂલો અને લાઇટોની રોશનીથી શણગારાયા હતા. જ્યારે હનુમાન જયંતી નિમિત્તે ભગવાનને સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો આ પ્રસંગે મારૂતિ યજ્ઞ પણ કરાયો હતો. હનુમાન જયંતીના પાવન અવસરે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા.
હનુમાન જયંતી નિમિત્તે ભક્તિભાવથી ભક્તોની દર્શન માટે લાંબી લાઈન લાગી છે છે. સયંમના અનુઆયી હનુમાન દાદાની સુતેલી મૂર્તિ ગુજરાતમાં એક માત્ર અહીં આવેલી છે. દર્શન કરી ધન્ય બની રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
