તાપી : જિલ્લા ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજાયો
વ્યારા ખાતે સમર્થકો દ્વારા ભવ્ય રેલી યોજાયો
રા મિશન નાકાથી લઈ રામજી મંદિર સુધી આ રેલી યોજાઈ
ડૉ જયરામભાઈ ગામીત જેવો પાયાથી લઈ રાજ્યકક્ષાના મંત્રી સુધી ના સંઘર્ષ કરી આજે નિઝર 172 વિધાન સભાના ધારા સભ્ય મંત્રી તરીકે નિમણૂક થઈ તે બદલ તાપી જિલ્લા ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજાયો
જેમાં સવારે 10 વાગ્યે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સમર્થકો દ્વારા ભવ્ય રેલી યોજી, વ્યારા મિશન નાકાથી લઈ રામજી મંદિર સુધી આ રેલીનું આયોજન થયું હતું. ત્યારબાદ સોનગઢ જેકે પેપરમીલ ગેટથી પુષ્પ થી સમ્માન કરવામાં આવ્યું હતું. સાથેજ નાજ ગાન સાથે સોનગઢની જનતા દ્વારા પુષ્પ હાર પહેરાવી તમામ સમાજ ના લોકો એ શુભ ઇચ્છા આપી હતી અને લઈને ઓટા ચાર રસ્તા સુધી ભવ્ય જનમેદની સાથે સૌ પ્રથમ ગાંધીજીની ની પ્રતિમા ત્યારબાદ બિરસા મુંડાજીની પ્રતિમા ત્યાંથી શિવાજી ચોક પહોંચી શિવાજી મહારાજની પ્રતિમા અને અંતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી નું સમાપન કરવામાં આવ્યું હતું સોનગઢ ભાજપ સંગઠન દ્વારા ખૂબ મોટા પાયે જનમેદની ભેગી થઈ હતી જેમાં બેન્ડ પાર્ટી ના તાલે યુવાનો ડોલ્યા હતા વિવિધ સમાજના ધર્મના અને સંગઠનના લોકો અને નગરપાલિકાના પ્રમુખ સારિકા બેન સાથેજ હેતલ ભાઈ અને પ્રકાશ તેમજ કિશોર, રાજુ, અમિત ભાઈ એ ડોક્ટર જયરામ ગામીતને મંત્રીમંડળમાં સમાવેશ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ વિશેષ સોનગઢ નગરમાં તાપી જિલ્લાનું ગૌરવ એવા જાદુગર અભય પણ હાજર રહ્યા હતા તેમણે પણ ડૉ .જયરામ ગામીત નું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી
