સુરતની સૂરત બગાડનારાઓ સામે કાર્યવાહી
4 હજાર કેમેરાથી મોનિટરિંગ કરાઈ રહી છે
સાત માસમાં 3819 લોકોને 5.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો
જાહેર મિલ્કતો અને રસ્તાઓ પર પાન માવા ખાઈ પીચકારી મારનારાઓ સામે પાલિકા દ્વારા લાલ આંખ કરાઈ છે અને આવા લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ પણ પાલિકા દ્વારા વસુલ કરાયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર, બ્રિજ પર પાન, માવા, ગુટખાની પીચકારી મારીને સુંદરતા બગાડનારા સામે કડકાઈ અપનાવવામાં આવી છે. 4000 કેમેરાથી મોનિટરિંગ કરીને સુરતની જાહેર મિલકતો બ્યુટીફિકેશન બગાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેના થકી છેલ્લા સાત મહિનામાં 3,819 લોકોને 5.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.નવેમ્બર 2023થી શરૂ થયેલા અભિયાનમાં આ વર્ષે 2025માં પ્રથમ સાત માસમાં 3819 લોકોને 5.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.શરૂઆતના વર્ષમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાયેલી કાર્યવાહીમાં હાલમાં શહેરભરમાં લાગેલા 4 હજાર જેટલા સીસીટીવી કેમેરાથી પાનની પીચકારી મારનારાઓને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે.
