સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બુટલેગરોની યાદી જાહેર કરી.

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બુટલેગરોની યાદી જાહેર કરી.
જિલ્લાના પ્રોહિબિશનના 633 બુટલેગરોની યાદી જાહેર
યુવાઓ અને મહિલાઓ પણ આ પ્રોફેશનમાં આવી ગયા

સુરેન્દ્રનગર પોલીસે જિલ્લાના 633 બુટલેગરોની યાદી જાહેર કરી છે. ચોંકાવાનારી બાબત તો એ છે કે, તેમાં 33 ટકા મહિલા બુટલેગર‎ છે. સાથે જ જિલ્લામાં 1 વર્ષમાં બુટલેગરોની સંખ્યા વધી છે તેવું પણ સામે આવ્યું છે. તો 633માંથી 102 તો મહિલા છે. ‎

સુરેન્દ્રનગર જિલ્લાના 633 બુટલેગરોની યાદી એસ.પી. પ્રેમસુખ ડેલુએ પ્રસિદ્ધ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃતિઓ ને ડામવા બુટલેગરોના નામ સરનામા સાથે યાદી પ્રથમ વખત પોલીસે પ્રસિધ્ધ કરી હોઈ તેવી ઘટના ગુજરાતમાં બની છે. જિલ્લા પોલીસ વડાએ યાદી પ્રસિધ્ધ કરી જે તે પોલીસ મથકના અધિકારીએ બુટલેગરના ઘરે દર એક મહિનામાં ઓછામા ઓછી એક વખત રેડ કરવાની રહેશે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ડિવીઝન મુજબ બુટલેગરોને કચેરીએ બોલાવી આપી કડક સુચનાઓ આપી છે.

દર મહિને આ બુટલેગરોની યાદી અપડેટ કરવાની રહેશે અને તેમની હિલચાલ પર વોચ રાખવાની દારૂબંધી કંડક ડામવા DYSP અને PI ને પણ જવાબદારી સોંપાઈ છે. આવું ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે, જેમાં કોઈ જિલ્લાની પોલીસે બુટલેગરોનીs યાદી જાહેર કરી હોય. સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરના નામ સરનામા સાથે યાદી પોલીસે જાહેર કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ લિસ્ટમાં ચોંકાવનારી બાબત એ છે કે, તેમાં મહિલા બુટલેગરના નામ પણ છે. તેમજ યુવા બુટલેગરોના નામ પણ સામેલ છે. ચિંતાની બાબત એ છે કે, યુવાઓ અને મહિલાઓ પણ આ પ્રોફેશનમાં આવી ગયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *