સુરતની ઉત્રાણ પોલીસે દારૂની હેરાફેરી ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે દારૂની હેરાફેરી ઝડપી
માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી
કઠોર ખાતે રહેતા યુસુફ અહેમદ શેખને ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે કઠોર ગામમાં આવેલ માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો, રીક્ષા સહિત 1.30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાનાઓની સુચનાને લઈ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબુદ કરવા ઉત્રાણ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સુધીરભાઈ અને અપોકો હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ઉત્રાણ કઠોરગામ માનસરોવર રેસીડેન્સીના પાર્કિંગમાંથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરનાર મુળ યુપીનો અને હાલ કામરેજ કઠોર ખાતે રહેતા યુસુફ અહેમદ શેખને ઝડપી પાડી તેની પાસેથી 95 હજારથી વધુનો દારૂનો જથ્થો, રીક્ષા અને મોબાઈલ સહિત 1.30 લાખથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *