સુરતની ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર આરોપીઓને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર આરોપીઓને ઝડપ્યો
અશફાક કાલીયા યુસુફ શેખ અને મોહમ્મદ ખાનની ધરપકડ
ઉધના અને પોણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરતની ઉધના પોલીસે મોબાઈલ તથા રોકડા રૂપિયા સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે જોલવા ગામથી પરિવાર સાથે ઉધના રેલવે સ્ટેશન માટે રિક્ષામાં બેસી એક પરિવાર આવ્યો હતો. આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઉધના રેલવે સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા હતા તે દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા ઇસમો બેઠા હતા અને તેઓએ રિક્ષાની નજીક બાઇક અહંકારી યુવતી શુભાલી પાસે રહેલ એક બેગ જુટવી લીધી હતી. આ બેગમાં રોકડા અને iphone હતો. આરોપીઓ આ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પરિવારે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ કરનાર અશફાક ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી મોબાઇલના બિલ માંગતા તેઓ ગલ્લા કલ્લા કરવા લાગ્યા હતા. જેથી તેઓએ તારીખ 26 4 2025 ના રોજ આ ચોરી કરી હોવાની ખાતરી આપી હતી આરોપીઓ પકડાઈ જતા ઉધના પોલીસ મથક અને પોણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા એક બાઈક મળી 1,56,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે માયા શેખ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ત્રણ વરાછા પોલીસ મથકમાં એક અને પાંડેસરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *