સુરતના સિંધી સમાજે સેના માટે રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી
સૈન્યને તન, મન અને ધનથી મદદરૂપ થવાનો સંકલ્પ લીધો
જુદા જુદા વેપારીઓએ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કર્યુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે દેશને મદદરૂપ થવા સુરતનો સિંધી સમાજ આગળ આવ્યો હોય અને પી.એમ. રાહત ફંડમાં રાહત આપવા માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી કરાઈ હતી. જે કાર્યક્રમમાં ધારાસભ્ય પુર્ણેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષોની કરાયેલી હત્યા બાદ ભારત દ્વારા આતંકીઓના ઠેકાણાઓને નેસ્ત નાબુદ કરી દેવાયા હતાં. ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈ લોકોમાં દેશદાઝ જોવા મળ્યો હતો. અને દેશને મદદરૂપ થવા સુરતનો સિંધી સમાજ આગળ આવ્યો છે. સિંધી સમાજ દ્વારા પીએમ રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીની અધ્ય7તામાં સિંધી સમાજ દ્વારા રાંદેર રામનગર ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. અને જુદા જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી કરાઈ હતી. દેશની સૈન્યને આર્થિક અને તન, મન, ધનથી મદદરૂપ થવા સુરતના લોકો આગળ આવ્યા હતાં. જુદા જુદા વેપારીઓએ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કર્યુ હતું.