સુરતની રાંદેર પોલીસે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની રાંદેર પોલીસે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
સાયબર ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી
વોન્ટેડ આરોપી શાહિદખાન અહેમદખાન પઠાણને ઝડપી પાડ્યો

સુરતની રાંદેર પોલીસે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર મિલન મોદીની સુચનાને લઈ રાંદેર પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ, અહેકો રહીશભાઈ અને અહેકો શક્તિસિંહને મળેલી બાતમીના આધારે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી શાહિદખાન અહેમદખાન પઠાણને ઝડપી પાડી તેનો કબ્જો વડોદરા સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો વધુમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપી સામે અગાઉ પણ રાંદેર, વડોદરા સયાજીગંજ અને દાહોદ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ રાંદેર પોલીસે આરોપીનો કબ્જો વડોદરા સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *