સુરતની ભેસ્તાન પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સફળતા
બે ઘરફોડ ચોરી અને એક મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી આલમને ઝડપી પડાયો

સુરતની ભેસ્તાન પોલીસે બે બે ઘરફોડ ચોરી તથા એક મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા નજરે આલમને ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં રોજેરોજ ચોરી સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે ઘરફોડ ચોરી સહિતના બનાવો સામા તહેવારે અટકાવવા પોલીસ ટીમ મેદાને છે તો સુરતની ભેસ્તાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર નજરે આલમ ગોલુ દરજીને ભેસ્તાન ફાયર સ્ટેશન પાસેથી ઝડપી પાડી તેની પાસેથી બે બે ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, લેપટોબ, મોબાઈલ તથા એક વાહન ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રીડા પાસેથી 4.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *