સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે સંજય મારૂને પકડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે સંજય મારૂને પકડ્યો
7.86 લાખના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપી

સુરત સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હેઠળ 7.86 લાખના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત શહેરની સાયબર ક્રાઈમ સેલ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપી સંજય મોહનભાઈ મારૂની અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપીઓએ ફેક ઇન્વેસ્ટમેન્ટ કંપની અને બનાવટી વેબસાઇટ મારફતે ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા નફાનો લોભ આપીને 7.86 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે સહ આરોપી મહેન્દ્ર સોલંકી દ્વારા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ અનેક ફરિયાદો નોંધાયેલ છે જેમાં કરોડો રૂપિયાનો ફ્રોડ બહાર આવ્યો છે. હાલ સાયબર ક્રાઈમે આરોપી સંજય મારૂની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *