સુરત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપ્યો
અડાજણમાંથી સૌરવ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો

સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી ના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. જગશી તથા અ.પો.કો. દેવેન્દ્રદાનને મળેલી બાતમીના આધારે અડાજણ હનીપાર્ક રોડ સરસ્વતી સ્કુલની બાજુમાં સાંઈરામ રો હાઉસના ગેટ પાસેથી સૌરવ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 13 લાખ 9 હજારની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *