સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં અપીલ
સેવા દળના સંગઠક સંતોષ પાટીલએ જનતાને સતર્ક રહેવા અપીલ કરી
મતદારે પોતાની વિગતો ચોક્કસપણે ચકાસવી જરૂરી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં મતદાર યાદીને લઈને મહત્વની અપીલ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ સેવા દળના સંગઠક સંતોષ પાટીલએ જનતાને સતર્ક રહેવા અપીલ કરી હતી.
સુરત શહેરમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી હાલ માત્ર ડ્રાફ્ટ કોપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. ફાઈનલ યાદી હજી જાહેર થવાની બાકી છે, જેથી તેમાં ભૂલ રહેવાની શક્યતા નકારી શકાય નહીં. કોંગ્રેસે તમામ મતદારોને વિનંતી કરી છે કે તેઓ પોતાનો ભાગ નંબર, અનુક્રમ નંબર અને ફોટો યાદીમાં જરૂર ચકાસી લે. જો કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક સુધારા માટે અરજી કરે. યાદી ચકાસવા માટે નજીકની વોર્ડ ઓફિસ અથવા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી પોર ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે. ચૂંટણી પહેલાં પોતાનો મત સુરક્ષિત રહે તે માટે જાગૃત નાગરિક તરીકે દરેક મતદારે પોતાની વિગતો ચોક્કસપણે ચકાસવી જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
